પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા, ઝધડીયા અને નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં ગરીબ લોકોને આસાનીથી પીવા અને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તે અંતગૅત સિંચાઈ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખચૅ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલદવા અને પીંગોટ ડેમ સહિત મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું. જેમાં દર વષૅ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીથી ત્રણેય ડેમો છલોછલ ભરાઇ અને ઓવરફ્લો થવાથી પાણીનું જમીનમાં પચન થવાથી આજુબાજુ વિસ્તારના બોર, કુવામાં પાણીના સ્તરમાં સરેરાશ વધારો થાય છે, અને કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. ત્રણેય ડેમની કેનાલના કોઇ ઠેકાણા નહીં હોવાથી ૪૦૦૦ વધુ હેક્ટર જમીન સિંચાઈના પાણીથી વંચિત રહી જાય છે. પાણીનો સંગ્રહ થવાથી પશુ પક્ષી, માનવીવસ્તી અને ખેડુતોને ઉનાળાની સિઝનના પ્રારંભ સુધી આસાનીથી પુરતું પાણી મળી રહેતા આદિવાસી વિસ્તાર માટે આ ત્રણેય ડેમોને આશીવૉદરૂપ ગણવામાં આવે છે, અને દર વષૅ ત્રણેય ડેમમાં પાણીનો સંગ્રહ વધુ થાય તે માટે ધરતીપુત્રો સતત મેધરાજાને આજીજી કરતાં હોય છે.
જેમાં મુખ્યત્વે આ વષૅ જુન માસના પ્રારંભની સાથે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ હાથતાળી આપી જતાં ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ધેરાયો હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી વાતાવરણની સાથે મેધરાજાનું ફરીવાર આગમન થતાં સમગ્ર વિસ્તારમાં અત્યાર સુધીમા મોસમનો કુલ ૧૩.૮૮ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બલદવા ડેમના ઉપરવાસમાં ૩૨૪ એમએમ,પીંગોટ ડેમના ઉપરવાસમાં ૨૪૫ એમએમ અને ધોલી ડેમના ઉપરવાસમાં ૨૦૩ એમએમ જેટલો વરસાદ થયો છે. જેમાં ત્રણેય ડેમ ઓવરફ્લોની સપાટીથી ૫ મીટર દુર હોવાનું જાણવા મળ્યું છે. તેવા સંજોગોમાં આગામી સમયમાં નેત્રંગ વિસ્તાર સહિત ત્રણેય ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ નહીં થાય અને પાણીનો સંગ્રહ નહીં થવાથી માનવ વસ્તીને પીવાનુ અને સિંચાઈના પાણી માટે ભારે હાડમારીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જ્યારે ધોધમાર વરસાદ પડે તે માટે ધરતીપુત્રો મેધરાજાને આજીજી કરવા મજબુર બન્યા છે.
ઓવરફ્લોની સપાટી હાલની સપાટી
(૧) બલદવા ૧૪૧.૫૦ મીટર ૧૩૫.૦૪ મીટર
(૨) પીંગોટ ૧૩૭.૭૦ મીટર ૧૩૫.૦૦ મીટર
(3) ધોલી ૧૩૬.૦૦ મીટર ૧૩૨.૦૦ મીટર