પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદના રોડ-રસ્તા ઉપર મસમોટા ખાડા પડવાની સાથે ભારે ધોવાણ થતાં વાહનચાલકોની હાલત દયનીય બની ગઇ હતી. જેમાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર ઠેર-ઠેર ખાડા પડવાની સાથે નાના-મોટા પાણીના ગરનાળાનું ભારે ધોવાણ થતાં ગરનાળાના નિમૉણ કાયૅમાં ભારે ભ્રષ્ટાચાર આચાર્યા હોવાનું જાણવા મળ્યું છે.
નેત્રંગ-ડેડીયાપાડા રોડ અંકલેશ્વર-બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલ છે, આ રોડ આગળ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજયને મળતો હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં નાના-મોટા માલધારી વાહનચાલકોની અવરજવર રહે છે. રસ્તાના સમાંતર જ મોટો ભુવો પડેલ છે, વાહનચાલકોની મામુલી ગફલતથી ગમખ્વાર અકસ્માતની ઘટના સજૉવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, વાહનચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. પરંતુ માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ કુંભ કર્ણની નિદ્રા અવસ્થામાં જણાઇ રહ્યા છે. જાણે મોટી હોનારતની ઘટના રાહ જોઇને બેઠા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.
આ બાબતે જવાબદાર લોકોને રજુઆત કરવા છતાં કોઇપણ પ્રકારના સમારકામની કામગીરી નહીં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રોષ જણાઇ રહ્યો છે.