ભરૂચ જીલ્લામાં ગતરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઇકાલ સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે મેઘ પધાર્યા હતા પરંતુ લાખો કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવતા રસ્તાઓની હાલત દયનીય બની જવા પામી છે જે અંગે પ્રાઉડ ઓફ ગુજરાત દ્વારા લોક જાણ કરતાં ભરૂચ નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું.
ભરૂચ પંથકના સ્ટેશનથી મહંમદપૂરા રોડ પર આવેલ અનેક વિસ્તાર જેમ કે પાંચબત્તી, ફાટાતળાવ, એમ.જી.રોડ સહિત અનેક વિસ્તારના મુખ્ય માર્ગો ઉબડખાબડ થઈ ગયા છે. રસ્તાઓ પર એક જ વરસાદના ધોવાણને કારણે મસમોટા ખાડા પડી ગયા હતા જેને કારણે કામગીરી હાથ ધરાઇ છે.
અગાઉ જણાવેલ અહેવાલ મુજબ ટ્રાફિક જામ અને વાહનચાલકોને હાલાકી થઈ રહી હતી તે અંગે પાલિકા તંત્રને જાણ થતાં પાલિકા તંત્રે તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરી હતી. વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર પડેલા મસમોટા ખાડાને પૂર્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ જણાવેલ તે મુજબ નગરપાલિકા કર્મીઓ એમ.જી. રોડ પર આવેલ સેંટ ઝેવીયર્સ સ્કૂલ પાસે ખાડા પૂરવાની કામગીરી કરી રહ્યા હતા.