Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં વરસેલા એક જ વરસાદમાં ભરૂચની દશા બગડી : તંત્રની પોલ ખૂલી

Share

ભરૂચ જીલ્લામાં ગતરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઇકાલ સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે મેઘ પધાર્યા હતા, પરંતુ લાખો કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવતા રસ્તાઓની હાલત દયનીય બની જવા પામી છે.

ભરૂચ પંથકના સ્ટેશનથી મહંમદપૂરા રોડ પર આવેલ અનેક વિસ્તાર જેમ કે પાંચબત્તી, ફાટાતળાવ, એમ.જી.રોડ સહિત અનેક વિસ્તારના મુખ્ય માર્ગો ઉબડ ખાબડ થઈ ગયા છે. રસ્તાઓ પર એક જ વરસાદના ધોવાણને કારણે મસમોટા ખાડા પડી ગયા છે, શું તંત્ર દ્વારા લાખો કરોડોના ખર્ચે આ પ્રકારના રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે છે..?

Advertisement

રસ્તાની બિસ્માર હાલતના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ટુ વ્હીલર અને ફોર વ્હીલરના સ્પેરપાર્ટસને નુકશાન પહોચે છે તેમજ શરીરને નુકશાન પહોચે છે તે સહિત વરસતા વરસાદ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ છે. તંત્ર દ્વારા સરકારી ચોપડે લાખો કરોડોના બીલ બનાવીને રોડ બનાવા અર્થે યોગ્ય કામગીરી ન થયા હોવાના પુરાવા સામે આવી રહ્યા છે.

રાત્રિના અંધકારમાં વીજ પોલો પણ બંધ કરી દેવામાં આવતા હોય છે જેથી રસ્તા પર પડેલા ખાડાઓ સામાન્ય જનતાને દેખાતા નથી જેને કારણે અકસ્માત સર્જાવાની શક્યતાઓ થઈ શકે છે. હવે નગરપાલિકા વહેલી તકે ટકાઉ રસ્તાનું સમારકામ કરે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.

રિધ્ધી પંચાલ, ભરુચ .


Share

Related posts

ખેડા જિલ્લામાં 10 નગરપાલિકાનાં રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી

ProudOfGujarat

માંગરોળના હથોડા ગામે અકસ્માત : 3 ધાયલ

ProudOfGujarat

ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!