Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વર તાલુકાના ગામોને સાડા આઠ કરોડ રૂપિયાના રસ્તા બનવાની મંજૂરી મળી.

Share

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ભરૂચ તેમજ અંકલેશ્વર તાલુકાના ૧૭ જેટલા રસ્તાઓને રૂપિયા સાડા આઠ કરોડના ખર્ચે નવા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના સારંગપુર, ગડખોલ, અંદાડા, કાંસીયા તેમજ જૂના કાંસીયા ગામે અને ભરૂચ તાલુકાના ભોલાવ અને ઝાડેશ્વર ગામના રસ્તાઓને મંજૂરી આપવામાં આવી છે. ૧૭ જેટલા રસ્તાઓ રૂપિયા સાડા આઠ કરોડના ખર્ચે નવા બનાવવામાં આવશે. વર્ષો જૂની આ માંગ સંતોષવામાં આવી છે.

Advertisement

આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને મંજૂરી મળતાં આ વિસ્તારના ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. ટૂંક સમયમાં આ રસ્તાઓનું બાંધકામ શરૂ થશે.


Share

Related posts

અંકલેશ્વર : ઉનાળાની ધોમધખતી ગરમીમાં ઠંડા પાણીની પરબો સત્યમેવ જયતે ગૃપ દ્વારા ઉભી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે ચોરીની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!