ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘટતા નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-9 થી 11 ના વિધાર્થીઓનું આગમન થનાર છે. શાળા કર્મચારીઓ દ્વારા ઘણી જહેમત બાદ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે શાળાઓ શરૂ કરવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. સૌ પ્રથમ ધોરણ 12 ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરના 9 થી 11ના વર્ગો આજથી શરૂ કરાયા છે.
સૌથી પહેલા ધોરણ 12 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. કોરોનાના કેસોની સંખ્યા હવે ઘટી રહી છે ત્યારે હવે શાળાઓ પણ પુનઃ શરૂ કરાય તેવી માંગણીઓ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.
જોકે સરકારે શાળા સંચાલકો અને વાલીઓની આ માંગણીને ધ્યાનમાં રાખીને હવે ધોરણ 12 બાદ હવે ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરી દેવા પરવાનગી આપી છે. પરંતુ હજીય પણ શાળાએ બાળકોને મોકલવા કે નહીં તેનો નિર્યણ વાલીઓ ઉપર છોડવામાં આવ્યો છે.
શહેરના શાળા સંચાલકો પણ વાલીઓ પાસે સમંતિ પત્રક ભરાયા બાદ વિદ્યાર્થીઓને શાળામાં આવવાની પરવાનગી આપશે. ભરૂચના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી હતી કે ત્રીજી લહેરના ડરે શાળાઓ બંધ રાખી શકાય નહિ કારણ કે દોઢ વર્ષથી વિદ્યાર્થીઓના ભણતર પર મોટી અસર પડી છે.
ધોરણ 9 થી 11 ના વર્ગો પણ વિદ્યાર્થીઓના અભ્યાસમાં એટલું જ મહત્વ રાખે છે જેટલું ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો અભ્યાસ હોય છે જેથી સરકારે જિલ્લાના તમામ શાળા સંચાલકોની અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગણીઓને સ્વીકારી 26 મી જુલાઈથી ધો-9 થી 11 ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપી છે.
શાળાના સંચાલકો દ્વારા કોરોનની ગાઈદલાઇનનું પાલન થઈ રહે તે રીતે શાળાઓને સેનેટાઈઝ કરી હતી અને તે બાદ શાળામાં બાળકોએ માસ્ક પહેરી અને અભ્યાસ કર્યો હોય તેનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું. બેઠક વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું.
રિધ્ધી પંચાલ, ભરુચ