ગુજરાત રાજ્યાના પાટણ જીલ્લાના સ્વર્ગીય ભાનુપ્રસાદ વણકરની આત્મવિલોપન ની ઘટનાને રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિએ વખોળી નાખી ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદન પત્રમાં સ્વર્ગીય ભાનુપ્રસાદ વણકરની રજુઆતો તેમજ આત્મવિલોપન અંગેની ચીમકીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
આવેદનપત્રમાં સંસ્થાના પ્રમુખ છગનભાઈ ગોડીગજબાર જણાવેલ છે કે ભરૂચ ખાતે રોટરી કલબ પાછળની મારવાડી ટેકરાની સરકારી જમીન નો માત્ર ૧૦૫ પાંચ ચો.મી નો ટુકડો મેળવવા માટે પણ જંત્રી ભાવે કિંમત ચૂકવવી પડી હતી. આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે સ્વ.ભાનુ પ્રસાદની માંગણી વાળી જમીન તાત્કાલિક રીગ્રાન્ટ કરી પરિવારજનોને આપવામાં આવે તેમજ સમગ્ર ગુજરાતમાં સાથળીમાં સરકારી પડતર જમીનો દલિતો ને કાગળ પર આપવામાં હુકમો કરેલા છે તે જમીનો માથાભારે તત્વો પાસેથી લઈને દલિતોને પાછી સોંપવામાં આવે.
આ ઉપરાંત જે કચેરીમાં અને જેમની હાજરીમાં આત્મવિલોપનની ઘટના બનેલ છે. તે સદર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવેલ બનાવાની તપાસ એસ.આઈ.ટી દ્વારા કરી ને કસુરવારો સામે સખ્ત પગલા ભરવામાં આવે. ભરૂચ ખાતે અત્યાર સુધી કોઈપણ દલિતોની શૈક્ષણીક સંસ્થાને સરકારી જમીન આપવામાં આવી નથી જેનો પણ વિરોધ કરવામાં આવેલ છે.