Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં વાદળછાયા વાતાવરણ સાથે ધોધમાર મેઘમહેર : આગામી સપ્તાહમાં ભારે વરસાદની આગાહી….!

Share

ભરૂચ જિલ્લામાં વરસાદનું ઘોડાપૂર સર્જાયું છે . ભરૂચ શહેર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદ દિવસભર છુટાછવાયા ઝાપટા અને ઝરમરિયો વરસાદ સતત રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લાં 20 દિવસથી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. આજરોજ પંથકમાં વરસાદ યથાવત રહ્યો છે.

જોકે, આકાશ વાદળ છાયું થયાં બાદ સામાન્ય ઝરમર સિવાય વરસાદ વરસતો ન હોઇ મેઘરાજા હાથતાળી આપી જતો હોઇ ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી આવી હતી. રવિવારે સવારથી જ જિલ્લામાં છુટા છવાયા ઝાપટાં અને ઝરમિયો વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં જંબુસરમાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ આમોદમાં 4 મી.મી. નોંધાયો હતો.

ભરુચ જિલ્લામાં વરસાદની ધોધમાર એન્ટ્રી વચ્ચે અંકલેશ્વર પંથકમાં 9 મી.મી વરસાદ નોંધાયો હતો જ્યારે ભરૂચ માં 20 મી.મી, હાંસોટમાં 33 મી.મી, જંબુસરમાં 45 મી.મી, નેત્રંગમાં 31 મી.મી, વાગરામાં 10 મી.મી, વાલિયામાં 12 મી.મી અને ઝગડિયામાં 16 મી.મી વરસાદ નોંધાયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીના ઘોડાપૂર થયા હતા.

Advertisement

રિધ્ધી પંચાલ, ભરુચ.


Share

Related posts

વડોદરામાં દબાણકર્તા પાસે જગ્યાના પુરાવા માંગતા ગળા પર છરી મુકી સ્થિતિને બાનમાં લેવાનો કરાયો પ્રયાસ.

ProudOfGujarat

ઝઘડિયાનાં ખારીયા ગામે છોકરી ભગાડી જવાની બાબતે બે પરિવારો બાખડયાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાંજના ૫ વાગ્યા સુધીમાં કુલ ૬૩.૮૨% મતદાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!