Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોટરી કલબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા ગરીબ દીકરીઓ સાથે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી.

Share

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વના દિવસે મકતમપુર વિસ્તારમાં ગૌરીવ્રત કરતી દીકરીઓને સુકામેવા, ફળ અને વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ આ દીકરીઓને સાથે રાખી ફળ આપતા વૃક્ષોના છોડ રોપવામાં આવ્યાં.

કાર્યક્રમના મુખ્ય મહેમાન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ દીકરીઓને ગૌરીવ્રતનો મહિમા સમજાવી સૌ દીકરીઓને ગૌરીવ્રતની શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યાં.

આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીનાના પ્રમુખ રોટરીયન શૈલજા સિંગ, સેક્રેટરી રોટરીયન ધનશ્રી, IPP રોટરીયન જાસમીન મોદી, PP AG રોટરીયન કીર્તિ જોષી, રોટરીયન સિંધુ સુનિલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રોટરીયન સુરભી તમાકુવાલા, નગરપાલિકાના પ.વ.ડી.ચેરમેન રોટરીયન હેમુ પટેલ, રોટરીયન રાની છાબરા તેમજ અન્ય રોટરીયન અને શહેર ભાજપના ઉપપ્રમુખ નીતિનભાઈ ટેલર, નગરસેવક વિભૂતિબેન યાદવ, વિશાલભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા.

Advertisement

Share

Related posts

માંગરોળના વાંકલ ગામે શ્રીરંગ અવધૂત જયંતિ નિમિત્તે પાદુકા પૂજન કરાયું.

ProudOfGujarat

સુરત : કોરોનાએ ફરીથી માથું ઉચક્યું : એક સાથે પાંચ બાળકો કોરોના પોઝિટિવ

ProudOfGujarat

માંગરોલ તાલુકાના વાંકલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!