Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ ગામોમાં સો ટકા રસીકરણ કરાયું…જાણો કયા કયા ?

Share

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી આવી રહેલી કોવિડ-૧૯ કોરોના વાઇરસની રસીકરણની કામગીરીમાં સિમાચિહ્નરૂપ પાંચ ગામોમાં સો ટકા રસીકરણ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવાયું છે.

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી રાહબરી હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કોવિડ-૧૯ કોરોના વાઇરસ સામે પ્રતિરોધાત્મક રસી માટેના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાના પાંચ ગામોમાં સો ટકા રસીકરણની કામગીરી કરી સીમાચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યું છે.

Advertisement

જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર જિલ્લામાં કરવામાં આવી રહેલી રસીકરણની કામગીરી દરમિયાન હાંસોટ તાલુકાના સાહોલ, વાગરા તાલુકાના નાંદરખા, આમોદ તાલુકાનું મંજોલા, અંકલેશ્વર તાલુકાના સજોદ અને કાનવા ગામે સો ટકા રસીકરણનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં રસીકરણ અંગે જાગૃતિ આવે તથા જિલ્લાની જાહેર જનતા રસીકરણ કરાવવા માટે આગળ આવે એ માટે જિલ્લા પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ફળસ્વરૂપે જિલ્લાના ઉપરોકત પાંચ ગામોએ સો ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોવિડ-૧૯ કોરોના વાયરસની મહામારીને નાથવા માટે રસીકરણ જ એકમાત્ર વિકલ્પ છે. નિષ્ણાંતો દ્વારા નજીકના સમયમાં કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર જનતાને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આવનારી સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે જિલ્લાના તમામ પ્રજાજનોને ઝડપથી રસીકરણ કરાવી લેવા જિલ્લા પ્રશાસન તરફથી જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

ઓલપાડના તેના ગામે ૧૫ દિવસમાં ૧૨ થી વધુ પશુઓના મોત થતા સરકારી તંત્ર હરકતમાં 

ProudOfGujarat

કરજણ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી સમક્ષ ટ્રાફિક સમસ્યા વિશે આર.ટી.આઈ કરાતા પોલીસ બેડામાં સોપો.

ProudOfGujarat

રાજપારડીમાં દિલ્હી જઇને આવેલ ૧૫ ઇસમોના પરિવારોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!