Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણનાં 11 માં દિવસે બ્રિજ પર અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ બંને શહેર વચ્ચે જાણે અંતર ઘટી ગયું છે. વર્ષો સુધી ભરૂચ-અંકલેશ્વરની જનતાએ ટ્રાફિક જામની સમસ્યા વેઠી છે ત્યારે આ બ્રિજના નિર્માણ બાદ મોટી રાહત મળી હતી.

આજરોજ રાજ્યના વહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા આ બસ સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી. પરંતુ ખુશીનો માહોલ માતમમાં ફેરવતો જોવા મળી રહ્યો છે. બ્રિજના લોકાર્પણના 11 માં દિવસે જ ફોરવ્હીલ ગાડી અને ટુ વ્હીલર ગાડી વચ્ચે અકસ્માત થયો હતો.

Advertisement

આજરોજ અંકલેશ્વર ભરૂચ વચ્ચે બનેલ નર્મદા મૈયા બ્રિજ પર ફોરવ્હીલ ગાડી અને ટુ વ્હીલર ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. બનાવ અંગે મળતી માહિતી અનુસાર સવારના સમયે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આવતા બ્રિજના માર્ગ પર બાઇક અને ફોરવ્હીલ એકબીજા સાથે અથડાઇ હતી.

જેમાં બાઈક ચાલકને પગના ભાગમાં ગંભીર ઇજા પહોંચવા પામી હતી. લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. જેને ૧૦૮ ની મદદથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે મોટી હોનારત ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

ભરૂચ એસ. ટી વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કર્મચારીઓએ રેલી યોજી

ProudOfGujarat

ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત કરતી વિદ્યાર્થીનીઓ માટે કેશ ગુંફન સ્પર્ધાનું આયોજન કરાયુ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નાબાર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!