તાજેતરમાં ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગના સભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ સાહેબના અધ્યક્ષસ્થાને એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી, તમામ તાલુકાના મામલતદારશ્રીઓ તથા સંકલિત બાળવિકાસ અધિકારીશ્રીઓને હાજર રાખવામાં આવેલ હતા. તે તમામ અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને તેઓ ધ્વારા સરકારશ્રીની યોજના તથા અન્ન આયોગના કામકાજ વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી અને તપાસણી કાયમી ધોરણે કડક રીતે કરવા અને સરકારી યોજનાઓમાં જિલ્લામાં કોઈપણ લાભાર્થીને તેઓને મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તે માટે તમામ કક્ષાએ જે તે અધિકારીશ્રીઓને અમલ કરવા ભારપૂર્વક સુચના આપવામાં આવી હતી એમ જિલ્લા પુરવઠા અધિકારી – ભરૂચે જણાવ્યું છે.
Advertisement