ઐતિહાસિક ગોલ્ડનબ્રિજના વિકલ્પ તરીકે અસ્તિત્વમાં આવેલા નવા નર્મદા મૈયા બ્રિજે ટૂંકી, ઝડપી અને બચતદાયક મુસાફરીનું બિરૂદ રથયાત્રાએ લોકાર્પણ થતા જ હસ્તગત કરી લીધું છે. સરકારની ટ્વીન્સ સીટીનું સ્વ્પન સાકર થતું જોવા મળી રહ્યું છે . આજરોજ ભરુચ અને અંકલેશ્વરના રાહદારીઓ માટે રાહતના સમાચાર આવ્યા હતા.
બંને સીટી વચ્ચે ઓછા ખર્ચે એક સ્થળ પરથી બીજા સ્થળ પર સરળતાથી પહોચી શકે તે માટે સીટી બસ સેવાઓનો આરભ કરવામાં આવ્યો હતો . આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ સ્ટેશન પરથી રાજ્યના સહકાર અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે લીલીઝંડી બતાડી બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું . જેમાં મળતી માહિતી મુજબ 2 સીટી બસ દિવસ દરમિયાન 6 ટ્રીપમાં ફરશે જેથી લોકોને લાભ મળી રહે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અપડાઉન કરતા મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે રાહત થશે પરંતુ ભરુચ અંકલેશ્વર વચ્ચે ચાલતા રિક્ષાના ચાલકો અને ફોર વ્હીલ ચાલકોને તેમના ધંધા ની આવક પર માઠી અસર થશે તેમ વર્તાઇ રહ્યું છે .
બ્રિજ ઉપરથી હળવા વાહનો જ પસાર કરવાની હાલ મંજૂરી અપાઈ છે. જેને લઈ ટુ, થ્રી અને ફોર વ્હીલર પસાર થઈ રહ્યાં છે. સરકારી બસો બ્રિજ પરથી કાર્યરત થઈ ગઈ છે અને ટ્વીન સિટીની તર્જ ઉપર સિટી બસ સેવા પણ શરૂ થઈ ચૂકી છે . જોકે સરકાર દ્વારા GSRTC ની ST બસ અને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ સીટી બસ પણ દોડતી કરવામાં આવી છે .
રિધ્ધી પંચાલ , ભરુચ .