Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રતિબંધ હોવા છતાં મસમોટા ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી થઇ રહ્યા છે પસાર : ટ્રાફિકજામનો સિલસિલો યથાવત…!

Share

ભરૂચની નર્મદા નદી પર બનેલા નવા નર્મદા મૈયા બ્રિઝ પરથી ભારે વાહનો બેફામ પસાર થઈ રહ્યા છે ભારે વાહનોના કારણે બ્રિઝને નુકશાન થાય તો થોડા જ સમયમાં બ્રિઝને સમારકામ કરાવવાની જરૂર પડશે ભારે વાહનોના કારણે ટ્રાફિક જામ પણ અવારનવાર થાય છે લોકોની સુખાકારી માટે બસો શરૂ કરવમાં આવે તે પહેલાં જ ભારે વાહનો બેફામ પસાર થઈ રહ્યા છે, અગાઉ પણ 40 પૈડાનું મહાકાય ભારે વાહન બ્રિજ પરથી પસાર થઇ ચૂક્યું છે.

ભરૂચનો નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ નિર્માણ પહેલા, બાદ અને હાલ કાર્યરત થવા વચ્ચે પણ લાઈમ લાઈટમાં જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક ગોલ્ડનબ્રિજના વિકલ્પ તરીકે અસ્તિત્વમાં આવેલા નવા નર્મદા મૈયા બ્રિજે ટૂંકી, ઝડપી અને બચતદાયક મુસાફરીનું બિરૂદ રથયાત્રાએ લોકાર્પણ થતા જ હસ્તગત કરી લીધું છે.

બ્રિજ ઉપરથી માટે હળવા વાહનો જ પસાર કરવાની હાલ મંજૂરી અપાઈ છે. જેને લઈ ટુ, થ્રી અને ફોર વ્હીલર પસાર થઈ રહ્યાં છે. સરકારી બસો બ્રિજ પરથી કાર્યરત થઈ ગઈ છે અને ટ્વીન સિટીની તર્જ ઉપર ગત ગુરૂવારથી સિટી બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવી હતી.

Advertisement

બ્રિજ ઉપરથી ખાનગી ભારે વાહનોને પાબંદી હોવા છતાં નર્મદા મૈયા બ્રિજ ઉપર બિન્દાસ્ત બેરોકટોક મસમોટું ટ્રેલર નીકળી ગયું હતું. બ્રિજના બન્ને છેડે લોકોની ઉમટતી ભીડ, LED સર્કિટની થયેલી ચોરી અને સેલ્ફીઓ માટે પડાપડી વચ્ચે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. બ્રિજના બન્ને છેડે પોલીસ પણ ભારે વાહનોને અટકાવવા પહેરામાં હોય છે ત્યારે સમાનથી લોડેડ ટ્રેલર કઈ રીતે ભરૂચથી ચઢી અને અંકલેશ્વર તરફ 5 કિલોમીટરનું અંતર કાપી ઉતરી ગયું અને કોઈની નજરમાં પ


Share

Related posts

ભરૂચ : જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મંદિરના અગ્રણીઓ દ્વારા રથયાત્રા મોકૂફ રાખવા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં શિવાલયો શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ કોરોના પોઝીટીવ 11 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1055 થઈ.

ProudOfGujarat
error: Content is protected !!