કોરોના મહામારી દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દરેક વસ્તુ પર ભાવ વધારાને કારણે જીવન જરૂરિયાતી વસ્તુઓ ખરીદી શકતા નથી જેથી રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા એક પહેલ કરવામાં આવી હતી.
રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સમાજના વંચિત વર્ગને સહાય કરવાના શુભ આશયથી તેઓના રહેણાંક વિસ્તારમાં જઈને ફૂડ પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું તેમજ રીક્ષા ચાલકોમાં માસ્ક વિશે જાગૃતિ આવે તે હેતુસર તેઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
તેની સાથે સાથે ફ્રૂટની લારીઓ પર ફ્રૂટ વેચતા લારીધારકો વરસાદમાં લારી સાથે ફ્રૂટ વેચવા જતા હોય તેઓને પણ રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રેસિડેન્ટ શૈલજા સિંઘ, સેક્રેટરી ધનશ્રી એરમ, આઈપીપી જાસ્મિન મોદી, રાણી છાબરા, કીર્તિબેન જોશી, મધુ સિંઘ, રાધિકા પંડ્યા તેમજ જૈમીની મહારાઉલે હાજરી આપી હતી.
Advertisement