Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યકાળને જન્મદિવસ જણાવતા સો. મીડિયાના માધ્યમથી ભાજપા નેતાઓને ઝાટકી કાઢ્યા

Share

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે એક સફળ વર્ષ પૂર્ણ થયું છે જેને લઈને અનેક જગ્યાએ તેમના કાર્યક્રમો થઇ રહ્યા છે. ત્યારે કેટલાય ભાજપના હોદ્દેદારો ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક સફળ વર્ષ પૂર્ણ થયુ ત્યારે તેમની શુભેચ્છા પાઠવવાને બદલે તેમના જન્મદિવસના અભિનંદન પાઠવીને પોતાની મુર્ખામીને લોકો સમક્ષ મૂકી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભાજપમાં એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ અને હોદ્દેદારો ભાન ભૂલ્યા હતા.
ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભાજપમાં એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું, ત્યારે ભાજપના જ અમુક નેતાઓ અને હોદ્દેદારો એક વર્ષ પૂર્ણ થયું તેની શુભેચ્છા નહિ પરંતુ તેમના જન્મદિવસના અભિનંદન પાઠવતા નજરે ચડ્યા હતા. આ જોઇને કહી શકાય કે ભાજપના હોદ્દેદારો ખુશીમાને ખુશીમાં ભાન ભૂલ્યા છે.

Advertisement

નેત્રંગ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા ઇન્દુબેન સોરઠીયાએ પણ સી.આર.પાટીલનું પ્રદેશ અધ્યક્ષ તરીકે એક સફળતા પૂર્વક વર્ષ પૂર્ણ થયું તેની જગ્યાએ ઇન્દુબેન સોરઠીયાએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી જેમના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

બીજી તરફ જોવા જઈએ તો ભરૂચ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાવનાબેન પંચાલ પણ ભાન ભૂલ્યા હતા અને સી.આર.પાટીલનું એક સફળ વર્ષ પૂર્ણ થયું તેની જગ્યા પર તેઓ સી.આર.પાટીલને સોશીયાલ મીડિયાના માધ્યમ ફેસબુક દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા હતા.


Share

Related posts

ખાનગી રાહે વ્યાજ પર નાણાં લેતા પહેલા વિચારજો આ નાણાંની કડક ઉઘરાણી થઈ રહી છે..!! જાણો.

ProudOfGujarat

ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુમ થયેલાઓના પરીવાર સાથે મિલન કરાવતી પાવાગઢ પોલીસ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં 569 ટી.બીનાં દર્દી અને 80 જેટલા એચ.આઈ.વી દર્દીઓનો થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!