

:-ભરૂચ ના ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે થી આજ રોજ સવારે છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જ્યંતિ નિમિત્તે ભવ્ય શોભા યાત્રા અને બાઇક રેલી મરાઠી તેમજ હિન્દૂ સમાજ ના લોકો દ્વારા કાઢવા આવી હતી ….ડી જે ના તાલે જય શિવાજી ની ગુંજ વચ્ચે નીકળેલ રેલી માં મોટી સંખ્યા મા મરાઠી અને હિન્દૂ ભાઈ ઓ તેમજ બહેનો જોડાઈ હતી …..
https://youtu.be/Bzk1cVMZXhs
ભરૂચ શહેર ના ઝાડેશ્વર રોડ પર આવેલ સાંઈ મંદિર ખાતે થી નીકળેલી ભવ્ય શોભા યાત્રા અને બાઇક રેલી એ શહેર ના રાજમાર્ગો ઉપર ભારે આકર્ષણ ઉભું કર્યું હતું .આ ભવ્ય શોભા યાત્રા સમાજ અને સંગઠન ને વધુ મજબૂત સંગઠીત બનાવવા ના હેતુ થી સમાજ ના યુવાનો દ્વારા કાઢવામાં આવી હતી…ભરૂચ શહેર માં વસ્તા મરાઠી તેમજ હિન્દૂ યુવાનો નો શહેર માં છત્રપતિ શિવાજી મહારાજ ની ભવ્ય જન્મ જયંતિ ઉજવવાનો આ બીજો સફર આયોજન થયો છે તેમ મરાઠી સમાજ ના યુવાનો એ જણાવ્યું હતું અને આગામી સમય ના પણ વધુ માં વધુ કાર્યક્રમો સમાજ દ્વારા યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું…….

