ભરૂચ જિલ્લામાં આજથી તહેવારોનો પ્રારંભ થયો માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી ગઈ હતી પરંતુ કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે બધું અનલોક થતા ફરીથી તહેવારોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
આજે મુસ્લિમ સંપ્રદાયના લોકોની ઉજવણીનો અવસર છે. અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ઈદુલ અદહાની ઈદની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી શાંતિ પૂર્વક કરવામાં આવી હતી. અંકલેશ્વર સહીત સમગ્ર દેશમાં આજે ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામા આવી હતી.
ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે અને નમાજ અદા કરવામાં આવે છે.
ઇદના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.