આજે ઇદ ઉલ અદહાના પર્વની સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ સાદાઇ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી.પયગંબરે ઇસ્લામના ભવ્ય બલિદાનની યાદ આપતા બકરી ઇદના પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કરવામાં આવી. આ લખાય છે ત્યારે સમગ્ર ભરુચ જિલ્લામાં સાદગીપુર્ણ રીતે ઇદની ઉજવણી થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ઝઘડીયા તાલુકામાં પણ ઇદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં મનાવાયો. તાલુકાના ઝઘડીયા રાજપારડી ઉમલ્લા કપલસાડી ઇન્દોર વણાકપોર રતનપુર ભાલોદ તરસાલી વિ.ગામોએ મુસ્લિમ બિરાદરોએ ઇદના પર્વને કોવિડ ગાઇડલાઇનને અનુલક્ષીને મનાવ્યુ. ઇદન આ પવિત્ર પર્વ નિમિત્તે ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી કોરોનાની બિમારી નાબુદ થાય એવી દુઆઓ માંગવામાં આવી. વહેલી સવારથી જ સોશિયલ મિડીયા પર ઇદની શુભેચ્છા આપતા મેસેજોની આપલે થતી જોવા મળી હતી.
Advertisement
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ