થોડાક દિવસો અગાઉ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમા અકબર નામના બાંગ્લાદેશી ઈસમની તિક્ષ્ણ હથીયારથી હત્યા કરી શારીરીક અંગોને કાપી અલગ અલગ ટુકડા કરી થેલામા ભરી અવાવરૂ જગ્યાએ નાંખી દીધા હોવાના બનાવનો ગુનો ભરૂચ એલ.સી.બી. દ્વારા શોધી કાઢવામાાં આવ્યો હતો જે ગુનામા ૦૩ બાંગ્લાદેશી સાથે એક મહિલા એમ કુલ ૦૪ આરોપીઓ પકડાયેલ હતા જેમાં એક બાંગ્લાદેશી અજોમ સમશુ શેખ જે અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (એ.બી.ટી.) આંતકવાદી સંગઠનના સભ્ય હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
ગત તા.૦૬/૦૭/૨૦૨૧ ના રોજ કોઈ પણ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમને કોઈ અજાણ્યા સ્થળે હત્યા કરી ભોગ બનાવનાર લાશને ક્રૂરતાપૂર્વક હાથ, પગ, ધડ, માથું કોઈ તિક્ષ્ણ હથિયાર વડે કાપી પોલીથીનની બેગમાં ભરી તેને રીક્ષા મારફતે આરોપીઓ દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારની અલગ અલગ અવાવરૂ જગ્યાએ ફેંકવાનો બનાવ બન્યો હતો.
જે અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ભરૂચ એલ.સી.બી. દ્વારા ડિટેક્ટ કરી કુલ ૦૩ ત્રણ બાંગ્લાદેશી આરોપી સાથે કુલ ચાર આરોપીઓ હસ્તગત કરવામાં આવેલ અને આ આરોપીઓની કબૂલાતમાં ભોગ બનનાર અકબર જે બંગ્લાદેશી હોવાનું જણાઈ આવેલ હતું અને આ કામે વધુ તપાસ કરવા માટે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં આરોપીઓને વધુ તપાસ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ત્રણ બાંગ્લાદેશી આરોપી પૈકી આરોપી આજોમ સમશુ શેખ ઉ.વ.૫૫ રહેવાસી હાલ લાલબજાર કોઠી વડપાડા અલ્લારખા મકના તથા ગોયા બજાર અંકલેશ્વર જી. ભરૂચના બાંગ્લાદેશી વાળાની વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે આ કામનો આરોપી અન્સારૂલ્લા બાંગ્લા ટીમ જેને અન્સાર બંગ્લા પણ કહેવામા આવે છે. તે બાંગ્લાદેશમા ઈસ્લામિક ઉગ્રવાદ સંગઠન છે. તે સને-૨૦૧૩ થી ૨૦૧૫ સુધી નાસ્તિક બ્લોગર્સ ઉપર કેટલાક ક્રૂર હુમલાઓ અને હત્યા સહિતના ગુનાઓમાં અને એપ્રિલ ૨૦૧૫ માં બેન્કો લૂટવામાં સંકળાયેલો હતો. ૨૫ મી મે ૨૦૧૫ ના રોજ બાંગ્લાદેશ ગૃહ મંત્રાલય દ્વારા બેન્ક લૂંટના થોડા દિવસ પછી ગેંગને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશની વિદ્યાથી પાંખ ઈસ્લામી છાત્ર શિબિર સાથે આ સંસ્થા જોડાયેલ છે અને એ.બી.ટી. એ બાંગ્લાદેશમા અલ કાયદા પ્રેરિત ઇસ્લામીક ઉગ્રવાદી જુથ છે અને આ અજોમ શેખ તેના સભ્ય હોવાનું તપાસ દરમિયાન બહાર આવેલ છે જે આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલ સંસ્થા છે. જે અંગે હવે અંકલેશ્વર શહેર પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.