રાજયમા ગેરકાયર્દેસર રીતે બાયો ડીઝલનુ ઉત્પાર્દિત ,વેચાણ કરતા ઇસમો તથા બાયો ડીઝલ બ્નવવામાં ઉપયોગી રો-મટીરીયલનુ વેચાણ,સંગ્રહ કરતા ઇસમો ઉપર કાયર્દેસર કાયયવાહી કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો હતો.
ભરુચ જીલ્લામાં ગેરકાયદેસર કૃત્ય કરનારાઓનો ખોફ ઘણો વધી રહ્યો છે . પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ઓનેસ્ટ ટ્રેંડિંગ કંપની ખાતે ભરુચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા અને ગેરકાયદેસર સ્ટોર કરાયેલા બાયોડિઝલ બનાવતા પદાર્થને સીઝ કર્યો . અંકલેશ્વર પનોલી જીઆઇડીસીમાં ચાલતા ગેરકાયદેસર બાયોડિઝલ અને મિક્સ સોલ્વન્ટની કંપનીઓ પર તાલુકા પોલીસ અને જિલ્લા પોલીસ સહિત મામલતદારે સપાટો બોલાવ્યો હતો .
બનાવ અંગે મળતી મહતી મુજબ પાનોલી જી આઈ ડી સી એક ઇંડસ્ટ્રિયલ એરિયા છે જેમાં રોજનું લખો ટન કેમિકલ બનતું હશે અને તેનું પરિવહન થતું હશે જેમાં આજરોજ પોલીસને બાતમી મળી હતી કે પાનોલી ખાતે આવેલ જી.આઈ.ડી.સી.માં ઓનેસ્ટ ટ્રેંડિંગ કંપનીમાં 166 બેરલ જેટલો સોલ્વન્ટ જેની કુલ કિમાટ 1,99,200/- અને કેટલાક પ્રમાણમા જવલનશીલ પદાર્થ ગેરકાયદફેસર રીતે સ્ટોર કરવામાં આવ્યો છે . અંકલેશ્વર મામલતદાર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇ સહિત મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
જેથી આજરોજ બંને ટીમોએ કાયદેસરની પગલાં ભરવા સાથે બંને કંપનીના સંચાલકો અને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી. ઓનેસ્ટ ટ્રેંડિંગ કંપની ખાતે રેડ કરતા સ્થળ પરથી 166 બેરલ સોલ્વન્ટ અને જવલનશીલ પદાર્થ ને કબ્જે કરીને સીઝ કરવામાં આવ્યા હતા . કંપની દ્વારા જાણવા મળ્યું હતું કે કંપની પાસે ફર સેફ્ટી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરવાનગી નથી અને તેઓ સ્ટોરેજ કરી રહ્યા હતા જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ સોલ્વન્ટ અને જ્વલનશીલ પદાર્થ ને કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી હતી .
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પાનોલી જીઆઇડીસીમાંથી ગેરકાયદે સ્ટોર કરાયેલ સોલ્વન્ટનો અને બાયોડિઝલ બનાવતા શંકાસ્પદ કેમિક્લનો જથ્થો ઝડપી પાડ્યો
Advertisement