Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ પોલીસે વધુ 22 ભેસોનું ક્રુરતાપૂર્વક વહન કરતાં ઇસમને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર ગાય અને ભેંસોના ગેરકાયદેસરના વહનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં તેઓને કતલખાને લઇ જવામાં આવે છે અને તેમની હત્યા કરીને તેમને વેચવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ત્રણથી ચાર બનાવ સામે આવ્યા છે જેમાં ભરૂચ પોલીસ હરકતમાં આવી હતી.

અગાઉ રાત્રીના સમય દરમિયાન એક ટેમ્પામાં 22 જેટલી ભેંસોને ગેરકાયદેસર રીતે ક્રૂરતાપૂર્વક એક ઈસમ દ્વારા વહન કરવામાં આવી રહી હતી જેમાં આમોદ પોલીસ એકશનમાં આવીને ટેમ્પા સહીત એક ઈસમની ધરપકડ કરી હતી. તે જ રીતે જંબુસર ખાતેથી આમોદ તરફ આઈશર ટેમ્પોમાં પરિવહન કરનારા ટેમ્પો ચાલકને આમોદ પોલીસે ઝડપી પાડયો હતો.

Advertisement

બનાવ અંગે મળતી માહીતી અનુસાર જિલ્લામાં ગૌવંશ તથા ગૌમાસની ગેરકાનુની હેરાફેરી અટકાવવા તથા ગૌવંશને ગેરકાનુની રીતે કતલખાને લઇ જવા જેવા ગેરકાનુની કૃત્ય સામે ભરૂચ પોલીસે ડ્રાઈવનું આયોજય કર્યું હતું. જે અનુસંધાને આજરોજ આમોદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મળેલ બાતમીને આધારે જંબુસરથી 22 જેટલી ભેંસો ભરીને આમોદ તરફ ટેમ્પો આવી રહ્યો હોવાની જાણ થતાં પોલીસ દ્વારા આમોદ ખાતે આછોદ ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

તે સમય દરમિયાન જંબુસર તરફથી તાડપત્રી બાંધેલો આઈશર ટેમ્પો નંબર GJ 06 AZ 1602 વાહનનું ચેકીંગ કરતા તેમાંથી નાની મોટી 22 જેટલી ભેંસો ખીચોખીચ રીતે ભરેલ હોય સાથે તેમને પીડા થાય તે રીતે દોરડા વડે બાંધવામાં આવી હતી. તે સાથે ટેમ્પામાં ઘાસ ચારો અને પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેથી ગેરકાનુની કામ કરનાર ઈસમ ઉસ્માન અકબર અહેમદ સિંધી રહે, વલણ, પંજાબ નગર, કરજણ વડોદરાની ધરપકડ કરીને 22 જેટલી ભેંસો જેની કિંમત 3,70,000/- સહીત આઈસર ટેમ્પો જેની કિંમત 5,00,000/- મળીને કુલ 8,70,000/-ના મુદ્દામાલને પોલીસે કબ્જે કરી આની ફરાર થયેલ આરોપી ઇકરામ મુસા ડનકીવાલાની તપાસ શરૂ કરી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

અંકલેશ્વર ખાતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આર્થિક નીતિ આરક્ષણ .મહિલાઓ પર અત્યાચાર. શિક્ષણ પર્યાવરણ. જેવા મુદ્દા ઉપર ડિબેટ યોજાઇ….

ProudOfGujarat

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે આવી ખુશ ખબર, સફારી પાર્ક મુકાશે ખુલ્લો.

ProudOfGujarat

संजू” ने पहले दिन की धमाकेदार ओपनिंग, 34.75 करोड़ रुपये के साथ बनी 2018 की सबसे बड़ी ओपनर!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!