Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી બુધવારના રોજ મુસ્લિમ સંપ્રદાયના બકરી ઈદના પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથક ખાતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. પી. રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઇન્સ્પેકટર બી. પી. રજ્યાએ બકરી ઈદ પર્વ કોમી એખલાસ, ભાઈચારા તેમજ સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવવા ખાસ અપીલ કરી હતી.

સાથે સાથે કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા પશુઓની કતલ ન કરવા સૂચના આપી હતી. જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. શાંતિ સમિતિની બેઠકમાં નગરની તમામ મસ્જિદોના ટ્રસ્ટીઓ તેમજ નગરના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ સહિત નગરના આગેવાનોએ પૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

કીમ ચાર રસ્તા નજીક આવેલી કોઠવા ગામની જાણીતી બાવન ગજની આવેલી મખદુમ શહીદ બાવાનીની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી.

ProudOfGujarat

ગુજરાતનું સૌથી જૂનું ગણેશ મંદિર એક હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ મૂર્તિ પ્રગટેલી જે આજે બિરાજમાન છે..

ProudOfGujarat

સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!