Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણ જગતની અનેક ખામીઓ સામે સવાલો ઉઠાવતો લેટર બૉમ્બ ફોડયો.

Share

ભાજપાના સિનિયર નેતા અને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ ગુજરાતના શિક્ષણ જગતની અનેક ખામીઓ સામે સવાલો ઉઠાવતો લેટર બૉમ્બ ફોડયો છે. સાંસદ મનસુખભાઇ વસાવાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને લખેલો પત્ર સોસીયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં ભાજપના જ સિનિયર નેતા તરીકે ભાજપની સરકાર દ્વારા ચાલતા શિક્ષણ તંત્રની અનેક ખામીઓ સામે સવાલો ઉઠાવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

પત્રમાં સાંસદ મનસુખભાઇએ જણાવ્યું છે કે શિક્ષણ જગતમાં નિમ્ન કક્ષાની ઘટનાઓ ઘટી રહી છે. આશરે 15 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા થયેલ માટી કૌભાંડ બહાર આવ્યું અને માટી કૌભાંડ કરતાં પણ શરમથી માથું ઝૂકી જાય તેવી ઘટના દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ રૂપિયા 7500 માં દિલ્લીની ખાનગી સંસ્થા પાસેથી બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદીયો. આવા તો શૈક્ષણિક સંસ્થાઓના ઘણા બધા અનેક કિસ્સાઓ બહાર આવી શકે તેમ છે. કેટલાક ઉધોગપતિઓ તથા ધનાઢય લોકો મૂળ બિઝનેસની સાથે શૈક્ષણિક સંસ્થાઓ
ઊભી કરી રહ્યા છે. તેમને શિક્ષણ માટેનો પ્રેમ નથી, પરંતુ માત્રને માત્ર તેઓની બે નંબરી આવકમાંથી બચવા તથા CSR ફંડ સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી રહ્યા છે.

તદઉપરાંત કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી અને તેના કારણે આજે ગુજરાતમાં IAS અધિકારી, IPS અધિકારી તથા મોટા ઉધોગોમાં કી-પોસ્ટની (મહત્વની જગ્યા પર) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી. જેકે ગુજરાતમાં બેંકો તથા કેન્દ્ર સરકારના ઘણા બધા એકમોમાં ગુજરાતીઓ નહિવત સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતમાં IAS, IPS, કંપનીના એમ.ડી, જનરલ મેનેજરો, રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો, ઓ.એન.જી.સી, રેલવે તથા ટેલિકોમ એકમો જેવા અન્ય કેન્દ્ર સરકારના સાહસોમાં માંડ ૦૧ થી ૦૫ ટકા ગુજરાતીઓ જોવા મળે છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની શક્તિઓ પડેલી છે, પરંતુ વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ, તે પ્રકારે ધ્યાન અપાતું નથી, ચોક્કસ વીઝન સાથે શૈક્ષણિક સંસ્થાઓએ જે કાર્ય કરવું જોઈએ, તે કાર્ય કરવામાં આવતું નથી. આપ ગુજરાતના શિક્ષણ મંત્રી છો અને તમામ રીતે આપ સક્ષમ છો અને ઘણા વર્ષોથી ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગો આપ સંભાળી ચૂક્યા છો, તો આપની પાસેથી ગુજરાતની જનતા એ જ આશા અને અપેક્ષા રાખે છે કે શિક્ષણમાં જે નાની-મોટી ક્ષતિઓ છે, જે બદીઓ છે, તેને હિંમતપૂર્વક દૂર કરવાના પ્રયત્ન કરશો, તો ગુજરાતના યુવાનો ઉચ્ચ પદો હાસલ કરી શકશે અને તેઓ આપની પડખે ઉભા રહશે. તેવો મને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ-અડધા શહેરમાં આજે કલાકો સુધી વીજકાપ થી લોકો હેરાન પરેશાન.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પી.એમ મોદીના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વધુ એક HIV દર્દીનું મોત:રાજ્ય સરકાર HIV પીડિતો માટે લાખોનો ધુમાડો કરવા છતાં વધતો મૃત્યુઆંક ચિંતાજનક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!