Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી : ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો.

Share

નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે જ મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં ખેડુતો ખેતીકામમાં જોતરાઇ હતા. ખેતર ખેડી રૂ.૧૪૦૦૦ ક્વિન્ટલના ભાવના સોયાબીનના બિયારણનું વાવેતર કયુઁ હતું. સોયાબીનના પાકના જરૂરિયાતના સમયે જ મેઘરાજ હાથતાળી એટલે ગાયબ થઇ જતાં ખેડુતો ચિંતાતુર જણાઇ રહ્યા હતા.

બોર, કુવા, તળાવ અને નદી-નાળામાં પાણી સ્તર ભુગર્ભમાં ઉતરી જતાં પીવાના સિંચાઈ પાણીની સમસ્યાઓ વતૉઇ રહી હતી. ભારે ગરમી અને બફારાથી જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું. ધરતીપુત્રો મેધરાજા વસરે તે માટે આજીજી કરવા મજબુર બન્યા હતા. જેમાં બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદનું આગમન થશે તેવું લાગી રહ્યું હતું. જે વાત ખરી પડી હતી.

લાંબા સમયના વિરામ બાદ વહેલી સવારથી જ નેત્રંગ વિસ્તારમાં વાજતેગાજતે મેધરાજનું આગમન થતાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા માંડી હતી. મરણ પથારીએ પડેલ સોયાબીનના પાકને જીવનદાન મળ્યું હતું. નદી-નાળામાં નવા વરસાદી પાણીના નીર આવ્યા હતા. આવનાર સમયમાં પણ મેધરાજા ધમધમાટી હાથે બેટિંગ કરે તેવી ધરતીપુત્રોમાં આશા વતૉઇ રહી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : જુગાર રમતા બે આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસરમાં ક્રેનની અડફેટે આવી જતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત.

ProudOfGujarat

વડોદરાના કિશનવાડીમાં બાળક ઉપાડી જવાના આરોપમાં લોકોએ યુવાનને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!