Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાના નામચીન પ્રોહી વોન્ટેડ બુટલેગરોને ભરૂચ એલ. સી. બી. પોલીસે ઝડપી પાડયા હતા.

Share

ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન કુલ પાંચ ગુનામાં વોન્ટેડ ભરૂચના કુખ્યાત પ્રોહી બુટલેગર રાહુલ કિશોર કયસ્થ તથા છેલ્લા બે વર્ષથી કુલ છ ગુનામાં વોન્ટેડ જયેશ રમણ પટેલ તથા ચાર ગુનામાં વોન્ટેડ અક્ષય વસાવાને ભરૂચ ખાતેથી ભરૂચ એલ. સી. બી. પોલીસે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનનાં ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટિમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

Advertisement

મળેલ બાતમીને આધારે બુટલેગર રાહુલ કિશોર કાયસ્થ તથા જયેશ રમણ પટેલ તથા અક્ષય વસાવાનાઓને ચાવજ રાધે રેસીડન્સી ભરૂચ ખાતેથી એલ.સી.બી. દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા રાહુલ ભરૂચ જિલ્લાના પાંચ જેટલાં પ્રોહી ગુનામાં તથા જયેશ ભરૂચ જિલ્લાના છ જેટલાં પ્રહી ગુનામાં તથા અક્ષય ભરૂચ જિલ્લાના ત્રણ ગુનામાં તથા સુરત શહેર ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના એક પ્રોહી ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત સામે આવી હતી. તમામ આરોપીઓની કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા અગાઉ રસ્તા અંગે થયેલ ખોટી રજુઆત સામે યોગ્ય પગલાં લેવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી : મદદનીશ કમિશ્નર નિલેશ દુબેએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!