Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ.

Share

ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ જનપ્રતિનિધિઓ દ્વારા લોક પ્રશ્નોની કરાતી રજૂઆતોની જિલ્લા પ્રસાશનના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ સુધી પહોંચતા આવા પ્રશ્નો-રજૂઆતો સંદર્ભે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરાયેલી જરૂરી કાર્યવાહી અને તેના ઉકેલ અંગેની સચોટ જાણકારી સંબંધિત જનપ્રતિનિધિશ્રીઓ-પદાધિકારીશ્રીઓને સાચી વિગતોથી તેઓ અવગત થાય તેવી કાર્યપ્રણાલી વિકસાવવા ખાસ અનુરોધ કર્યો છે. આમ કરવાથી સાચી સમજણ, પૂરતી જાણકારી કે કોમ્યુનીકેશન ગેપના અભાવે ઉભી થતી નકારાત્મક-ગેરસમજની બાબત ચોક્કસ ટાળી શકાશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, સંજયસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઈજનેર ઉપરાંત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભરૂચ આયોજનભવનના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ જનપ્રતિનિધિઓ દ્વારા કરાતી રજૂઆતોનો સમયસર, ઝડપી અને સુચારૂ રૂપે તેનો ઉકેલ લાવવા અને તેના પ્રત્યુત્તર સંબંધિત જનપ્રતિનિધિને લેખિતમાં સમયસર મળી રહે તે જોવા ઉપરાંત જનપ્રતિનિધિ દ્વારા કરાયેલી રજૂઆત વિના વિલંબે નિયત સમયાવધિમાં સંબંધિત જનપ્રતિનિધિને કરવા ઉપરાંત ટેલીફોનીક રીતે અવગત કરી પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતી થાય તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.

Advertisement

બેઠકમાં કલેકટરએ જમીન સર્વે, ગેરકાયદેસર દબાણ, આરોગ્ય વિષયક, ગૌચર જમીન, વાહનવ્યવહાર, સિંચાઈ, પાણીની વ્યવસ્થા, યુવાનોને રોજગારી બાબતે, વિધવા સહાય, સરકારી શાળામાં રમતના મેદાન બનાવવા, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે પર જમીન ગઈ હોય તેના વળતર બાબતે, ગટર વ્યવસ્થા, બસ ટ્રાન્સ્પોર્ટેશન, જીઆઈડીસીની ઔદ્યોગિક સમસ્યા, માટીના ખોદકામ બાબત, મહિલા રોજગાર યોજના, નાગરિક પુરવઠા વ્યવસ્થા, વીજળી, બાકી વસુલાત વિગેરે જેવી સમસ્યાઓની જિલ્લાના પદાધિકારીઓ દ્વારા થયેલી રજૂઆતો સાંભળીને સબંધિત અધિકારી સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું અને ઝડપથી નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ જિલ્લામાં કોરોનાની વૈશ્વિક મહામારી સંદર્ભે જિલ્લામાં થયેલી વિશેષ નોંધનીય કામગીરીને બિરદાવી સંભવત: ત્રીજી લહેર અંગે જિલ્લામાં થયેલા આયોજનની સમીક્ષા કરી આર.ટી.પી.સી.આર. બેડ વ્યવસ્થા, હોસ્પિટલ મેડીકલ, સ્ટાફ અને કોવિડ વેક્સિનેશનની કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ નિવૃત થતા અધિકારી-કર્મચારીઓના પેન્શન કેસ, નિવૃત થતા પહેલા તૈયાર થવો જરૂરી છે. આ ઉપરાંત બાકી તુમારના નિકાલ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, ખાનગી અહેવાલ વિગેરે જેવી બાબતોમાં પણ ખાસ લક્ષ આપવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2322 થઈ.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં લેન્ડ લુઝરોને નોકરીમાં ન લેવાનો વિવાદ વકરતા ચકચાર…

ProudOfGujarat

વલણ ની મહારાષ્ટ્ર બેંક માં ગ્રાહકોને લગતી નાણાંકીય લેવડ દેવડ આર.બી.આઇ નાં નિર્દેશ અનુસાર કરવામાં આવશે – બેંક મેનેજર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!