Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસે મારવાડી ટેકરા પાસેના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

ભરૂચ જીલ્લામાં પ્રોહી ગુનાઓ ઘણા વધી રહ્યા છે, ગેરકૃત્ય કરનારાઓ બેફામ બનીને હવે પોતાના ઘરથી જ વેચાણનું કામ કરતાં હોય છે જેમાં તેમનો પરિવાર પણ સહભાગી થતો જોવા મળી રહ્યો છે. બાતમીને આધારે પોલીસ દ્વારા રેડ કરતા મકાનમાંથી આરોપી હનીફ ઉફે અન્નુ ઇમરાનશા દીવાનના પત્ની સહિત એકની ધરપકડ કરવામાં આવતી હતી.

સર્વેલન્સ સ્ટાફનાં માણસો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તથા દારૂ/જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીને આધારે હનીફ ઉફે અન્નુ ઇમરાનશા દીવાન નાઓના રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિં.રૂ. ૩૨,૪૦૦/- તથા દેશી દારૂ કિં.રૂ. ૬૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ મળી કુલ રૂપિયા ૪૮,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પકડાયેલ આરોપીઓ:-

(૧) મહેરુનીશા ઇમરાનશા કરીમશા દીવાન
(૨) મહબેબુ ઉફે ઇમરાન કરીમશા દીવાન બંને રહે રોટરી કલબ પાછળ, મારવાડી ટેકરો, ભરૂચ.

વોન્ટેડ આરોપી-

(૧) હનીફ ઉફે અન્નુ ઇમરાનશા દીવાન
(૨) નવાબ ઉફે નબ્બુ ઇમરાનશા દીવાન બંને રહે. રોટરી કલબ પાછળ, મારવાડી ટેકરો, ભરૂચ. નાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

મહેમદાવાદના મોદજ ગામની પરીણીતાને પિયરમાંથી તેડી ન જતાં પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

અંકલેશ્વરમાં સિનિયર સિટીઝનો તેમજ રહીશો માટે કોરોના વેકશીન મુકવાના રસીકરણ કેન્દ્ર શરૂ કરવા કરાઇ રજૂઆત..!!

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં સુવા ગામમાં ઓપાલ કંપનીએ લેન્ડ લુઝરને નોકરી ન આપતા કલેકટરને આવેદન આપી રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!