ભરૂચ જીલ્લામાં અષાઢી બીજ રથયાત્રાના દિવસે મેઘરાજાએ આગમન કર્યા બાદ જાણે અદ્રશ્ય જ થઇ ગયા છે જેના કારણે પંથકમાં અસહ્ય ઉકળાટ અને બાફની અનુભૂતિ થઇ રહી છે. ભરૂચ જિલ્લાવાસીઓ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
મેઘરાજા રથયાત્રાના દિવસે સાંજે મન મુકીને વરસ્યા હતા ત્યારબાદ અદ્રશ્ય જ થઇ ગયા છે. આકાશમાં વાદળો તો બંધાય છે પરંતુ વરસતા નથી અને તેના કારણે જિલ્લાવાસીઓ અસહ્ય બાફની અનુભૂતિ કરી રહ્યા છે. જુલાઈ મહિનો તેના મધ્યાંતરે પહોચ્યો છે પરંતુ હજુ જીલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી.
Advertisement
હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી પરંતુ મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેમ વરસી નથી રહ્યા. જિલ્લાવાસીઓ વરસાદ વરસે અને બફારામાંથી મુક્તિ મળે તેવી આશા રાખી રહ્યા છે.