Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : SRICT ખાતે એન્જિનિયરીંગ શિક્ષણમાં શ્રેષ્ઠતાના ૧૦ વર્ષની ઉજવણી કરવામાં આવી.

Share

અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી દ્વારા વર્ષ ૨૦૧૧ માં શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી (SRICT) ની સ્થાપના ભરૂચ જિલ્લાના વટારીયા ગામે કરવામાં આવી હતી અને સંસ્થા દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી એન્જિનીયરીંગ ક્ષેત્રમા બી.ઇ. કેમિકલ એન્જિનિયરરિંગ, ઈલેક્ટ્રીકલ એન્જિનિયરરિંગ, કેમિકલ ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરરિંગ, એનવાયમેજટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ એમ.ઈ. કેમિકલ એન્જિનિયરરિંગ, મિકેનિકલ (થર્મલ) એન્જિનિયરરિંગ અને એનવાયમેજટલ મેનેજમેન્ટમાં ઉત્તમ શિક્ષણ પૂરું પાડે છે.

SRICT એ છેલ્લા દસ વર્ષમાં ૧૬૦૦ જેટલા વિદ્યાથીઓને એન્જિનિયરરિંગમા ઉત્તમ શિક્ષણ પૂરું પાડ્યું છે. જેમાાંથી સંસ્થા દ્વારા ૮૫૦ જેટલા વિધ્યાર્થીઓ કે જેમણે પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવેલ હતા તેવા વિધાર્થીઓને કેમ્પસમાંથી જોબ મેળવવામા સફળતા મળી છે અને ૧૫૦ વિદ્યાથીઓને ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરી છે. પરીણામની દ્રષ્ટિએ SRICT માંથી ૨૦૦ કરતા વધુ વિદ્યાથીઓને યુનિવર્સિટી પરીક્ષામા ૧૦ માથી ૧૦ SPI મેળવવામા સફળતા મળી છે, જ્યારે ૧૫ થી વધુ વિદ્યાથીઓને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામા આવેલ છે.

Advertisement

સંસ્થાએ વિદ્યાથીઓને શિક્ષણની સાથે ઉદ્યોગો અને તેમની પ્રોડક્શન પ્રક્રિયામાં માહિતી મળી રહે તે હેતુથી તેમના એજજીનયરરિંગના ૪ વર્ષના શિક્ષણ દરમિયાન ૨૪ વખત ઉદ્યોગોની મુલાકાત અને ૩૨ વખત ઉદ્યોગોમા ઉચ્ચ પદો પર બિરાજમાન ડીરેક્ટરો, પ્રમખુઓ અને એન્જિનિયર સાથે વાર્તાલાપની ગોઠવણ કરવામા આવે છે.

શૈક્ષણીક વર્ષ ૨૦૨૧ મા સંસ્થાને ૧૦ વર્ષ પૂરા થવા જઈ ગયા છે ત્યારે સંસ્થાના વ્યવસ્થાપક મંડળ દ્વારા ગુજરાત રાજ્યની પ્રથમ સસ્ટેનેબલ યુનિવર્સિટીને શરૂ કરવાનુ નક્કી કયું હતુ અને સ્થાસંને ગુજરાત રાજ્ય સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. UPL University of Sustainable Technology કે જે ગુજરાત રાજયણી પ્રથમ સસ્ટેનેબલ યુનિવર્સિટી છે. જેનો અમલ રાજ્યપાલ દ્વારા તા. ૧/૬/૨૦૨૧ થી કરવામા આવેલ છે. સંસ્થાના ઉપપ્રમખુ અશોક પંજવાણી, ખજાનચી કિશોર સુરતી, આચાર્ય ડો. શ્રીકાંત જે. વાઘ અને ઉપઆચાર્ય ડો. સ્નેહલ લોખંડવાલા દ્વારા તા. ૧૬ મી જુલાઇ ૨૦૨૧ ના રોજ સંસ્થા પોતાના સુવર્ણ 10 વર્યની ઉજવણી સંસ્થા ખાતે સંસ્થાના અધ્યાપકગણ અને કર્મચારીગણ સાથે કેક કાપીને અને UPL University of Sustainable Technology નું ઓનલાઇન માધ્યમથી અનાવરણ કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે અશોક પંજવાણી દ્વારા સંસ્થાને આર્થિક અનેટેકનીકલ મદદ માટે UPL Limited, શ્રીમતી સાંદ્રા શ્રોફ, રાજુભાઇ સાહબે અને શ્રોફ પરીવારનો આભાર માન્યો હતો. યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાથીઓ સસ્ટેનેબલ ટેક્નોલોજી ક્ષેત્રમા ઉત્તમ શિક્ષણ તથા ઉધોગિક કૌશલ્યવાન માનવબળ મળી રહે તે છે. આ ઉપરાત યુનિવર્સિટી દ્વારા પ્રોસેસ સેફટી અને એનવાયમેજટ તથા સસ્ટેનેબલ ટેક્નોલૉજીમાં સેન્ટર ઓફ એકક્ષીલેજસ દ્વારા ભારતને પ્રોસેસ સેફટી અને એનવામેજટ તથા સસ્ટેનેબલ ટેકનોલોકજીમાં આત્મનિર્ભર બનવાનો છે.


Share

Related posts

પત્નીની નજર સામે જ પતિએ બાઇક પરથી ઉતરી ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી લેતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી ની કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીમાં થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાવડરની ચોરીનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ઝંઘાર ગામનાં ખેડૂતોનાં આકરા તેવર સામે વીજતંત્ર ટાઢું બોળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!