ભૂતકાળમાં ગુજરાતમાં જયારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં તે સમયગાળા દરમિયાન ભરૂચ અને અંકલેશ્વર કે જે ગુજરાત ખાતે ઔધોગિક ક્ષેત્રે ખુબ જ વિકસિત છે તેને ટવીન્સ સીટી તરીકે વિકસાવવા માંગ ઉઠી હતી.
અગાઉ છ વર્ષ પહેલા જે સમય દરમિયાન નર્મદા મૈયા બ્રિજ બનાવની માંગણી કરી તેના પાયા નાંખવામાં આવ્યા હતાં. જિલ્લાના સૌથી મોટા કન્સ્ટ્રક્શન કામ બાદ આખરે નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતા રસ્તાને સમય વેડફાટ, 25 રૂપિયાના ટોલ તેમજ ટ્રાફિકની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે જે અંકલેશ્વર પહોંચવામાં અડધો કલાક ઉપરાંતનો સમય લાગતો હતો તે અંકલેશ્વર પહોંચવામાં હવે ફક્ત 10 મિનિટનો સમય લાગે છે. મુખ્ય સમસ્યા ટ્રાફિક હતી જે હવે નાબૂદ થઇ ગઈ છે.
આ બ્રિજને ખુલ્લો મૂકવાનું મુખ્ય કારણ બંને શહેરને ટવીન્સ સિટી તરીકે વિકસાવાના પ્રથમ પગલા રૂપે હતી જે હવે સાકર થયો જોવા મળી રહ્યો છે. આ બ્રિજ પરથી શુક્રવારે પ્રથમ સરકારી એસ.ટી. બસો શરૂ થઈ હતી હવે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી ગુરુવાર એટલેકે તા. 22 મી જુલાઈથી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાઓનો પણ પ્રારંભ થશે જેથી પ્રજાજનોને ઘણો લાભ મળી રહેશે.