ભરૂચ નગરપાલિકાના દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાત ડેવલોપમેન્ટ કંપની ગાંધીનગર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કુલ ત્રણ પ્રોજેક્ટ તેમજ સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આ તમામ પ્રોજેક્ટમાં કામગીરી પૂર્ણ થયાં બાદ મિલકત ધારકો ડ્રેનેજ કનેકશન મેળવવા જરૂરી ફોર્મ અને ફી ભરી નિયમો અનુસાર મંજૂરી મેળવવાની રહેશે, માન્ય પ્રક્રિયા તેમજ મંજૂરી મેળવ્યા સિવાયના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર ગણાશે તેમજ મિલકત ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ શહેરમાં અમુક વિસ્તારોમાં મિલકત ધારકો દ્વારા ડ્રેનેજના કનેકશન પરવાનગી મેળવ્યા વિના જોડાણ કરેલ માલુમ પડ્યું હતું. ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયેલ ન હોય જેને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ડ્રેનેજના ચેમ્બરમાંથી બહાર નીકળે છે જેથી મિલકત ધારકો પરવાનગી લીધા વિના ગેરકાયદેસરની હોય તેવા લોકોએ ત્રણ દિવસમાં કનેક્શન બંધ કરવા અંગે ભરૂચ નગરપાલિકાએ જાહેર નોટિસ ફટકારી હતી અને ગેરકાયદેસરના કનેક્શન મળી આવશે તો કનેક્શન કાપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.