Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલ ભીષણ આગના બચાવમાં રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ ઈનામની રકમને મુખ્યમંત્રીની કોવિડ નીધીમાં જમા કરાવી.

Share

ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના સમય ૦૦/૩૦ થી ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના વેલ્ફેર હોસ્પિટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯ બીમારીથી સંક્રમિત કુલ-૧૬ દદીઓ અને કોવિડ સેન્ટર ખાતે કાર્યરત બે નર્સો મળીને કુલ -૧૮ નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા.

જેમાં આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ભરૂચ પોલીસની ફોર્સ તત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં આગ પર કાબૂ મેળવીને 25 જેટલા કોરોના દર્દીઓના આબાદ બચાવ કરવામાં આવ્યા હતા. આ મુશ્કેલીના સમયે પણ સંવેદનશીલ પરિસ્થિતિમાં કુશળતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી લીધી હતી, જેને અનુસંધાને માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંનિષ્ઠ કામગીરી કરવા બદલ ભરૂચ પોલીસ દળને રૂપિયા 5 લાખ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement

પરંતુ ભરૂચ પોલીસે ઇનામની તમામ રકમ ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાના અનુરોધથી તમામ પોલીસ અધિકારી અને જવાનોએ ઈનામ પેટે મળેલ રકમને મુખ્યમંત્રી કોવિડ નિધી ફંડમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે ઘણો સરાહનિય છે.


Share

Related posts

સુરત વીટી ચોક્સી લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને અપાયેલા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ગ્રામિણ વિસ્તારના બાળકોનું શિક્ષણ સ્તર ઉચું લાવવા શૈક્ષણિક કાર્ય કરી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ બનાવતા કેળવણીકાર દિનેશ બારીઆ.

ProudOfGujarat

ભરૂચ શહેર-જિલ્લામાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં કામ ધંધાને છૂટ આપી દેવામાં આવતા અને રીક્ષા સહિતનાં વાહનોને છૂટ મળતા શહેરનું જનજીવન સામાન્ય થઈ ગયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!