ભરૂચમાં આજે તા. 16-07-2021 ના રોજ પેટ્રોલનો ભાવ રૂ. લિટર દીઠ 98.61 થઈ જવા પામ્યો છે. ભરૂચના પેટ્રોલના ભાવમાં છેલ્લો ફેરફાર જુલાઈ 15, 2021 ના રોજ થયો હતો અને તેમાં +0.06 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસમાં, ભરૂચમાં પેટ્રોલની કિંમત રૂપિયા 97.74 થી 98.67 રૂપિયાની વચ્ચે વધઘટ થઈ રહી છે. તમે આજે ગુજરાતના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ દર અને પાછલા દિવસની તુલનામાં ભાવોમાં ફેરફાર ચકાસી શકો છો. પેટ્રોલના ભાવમાં ગુજરાત રાજ્યના કરનો સમાવેશ થાય છે.
છેલ્લા 10 દિવસની વાત કરીએ તો ગત તારીખ 7 જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ વધીને 97.74 રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને 97.11 નોંધાયો હતો. જેમાં 8 જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ વધીને 97.85 થયો હતો જ્યારે ડીઝલના ભાવ ઘટીને 96.97 નો ભાવ નોંધાયો હતો. ત્યારબાદ 9 મી જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ 97.85 જ રહ્યો હતો અને ડીઝલનો ભાવ પણ 96.97 નો રહ્યો હતો તે બાદ 10 મી જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ વધીને 98.18 નોંધાયો હતો અને ડિઝલનો ભાવ વધીને 97.25 નોંધાયો હતો.
તા.11 મી જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ ઘટીને 97.96 નોંઘયો હતો અને સાથે ડીઝલનો ભાવ પણ ઘટીને 97.05 નોંધાયો હતો ત્યારબાદ 12 મી જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ વધીને 98.34 રૂપિયા નોંધાયો હતો જ્યારે ડિઝલનો ભાવ ઘટીને 96.96. રૂપિયા નોંધાયો હતો. તા.13 મી જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ વધીને 98.45 નોંધાયો હતો, જ્યારે ડિઝલનો ભાવ પણ વધીને 97.08 રૂપિયા થયો હતો, 14 મી જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ વધારી ઘટાડો જોવા મળ્યો ન હતો અને ગતરોજ તા. 15 જુલાઇના રોજ પેટ્રોલનો ભાવ વધીને 98.67 રૂપિયા નોંધાયો હતો અને ડિઝલનો ભાવ 97.13 નોંધાયો હતો. જેમાં આજરોજ પેટ્રોલમાં જે વધીને 98.61 નોંધાયો હતો અને ડિઝલનો ભાવ ઘટીને 97.06 રૂપિયા નોંધાયો હતો.
જૂન 2017 ના રોજ, ભારતમાં પેટ્રોલની કિંમતોમાં દૈનિક સુધારો કરવામાં આવે છે, અને તે ડાયનેમિક ફ્યુઅલ પ્રાઇઝ મેથડ કહેવામાં આવે છે. સવારે 6.00 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરવામાં આવે છે. દરરોજ આ કિંમતોમાં દર પખવાડિયામાં સુધારો થાય તે પહેલાં વિવિધ પરિબળો ઇંધણના ભાવને અસર કરે છે. આમાં રૂપિયોથી યુએસ ડોલર વિનિમય દર, ક્રૂડ તેલની કિંમત, વૈશ્વિક સંકેતો, બળતણની માંગ અને તેથી વધુ શામેલ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલની કિંમતોમાં વધારો થાય છે, ત્યારે ભારતમાં કિંમતો ઊંચા આવે છે. ફ્યુઅલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને ડીલર કમિશન શામેલ છે. રાજ્યથી રાજ્યમાં વેટ બદલાય છે. એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, પેટ્રોલની છૂટક વેચાણ કિંમત લગભગ બમણી થઈ જાય છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ