Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : લાખોની મત્તાના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં અને જિલ્લા બહાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાંચ એકશનમાં આવી હતી.

ગત તા. 17-03-2021 ના રોજ ભરૂચ એલ.સી.બી. ની ટીમ દ્વારા ગોલ્ડન બ્રિજ ખાતેથી મહિન્દ્રા એકસ. યુ. વી. કારમાં ભરીને લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 2702 જેની કુલ કિંમત 4,22,900/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો નોંધાયો હતો.

Advertisement

જે ગુનાનો મુખ્ય આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઈ પરીખ રહે, સાંઈ દર્શન સોસાયટી વાલિયા રોડ કોસમડી અંકલેશ્વર ભરૂચ છેલ્લા ચાર માસથી તપાસ કરતા મળી આવતો ન હતો જે આરોપી બાબતે તપાસ દરમિયાન આજરોજ રાત્રીના સમયે એલ.સી.બી. ટીમે સાંઈ દર્શન સોસાયટી ખાતે વોચ રાખી અને આરોપીને ઝડપી પાડી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

નર્મદામાં અંદાજે રૂા.૩૦૩.૩૮ લાખના ખર્ચે ૬૮ જેટલી નવીન પાણી પુરવઠા યોજના મંજૂર

ProudOfGujarat

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ગિરનારની સીડી પરથી પાણી વહેતા થયા.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!