જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવણીનો કાર્યક્રમ વડાપ્રધાન મોદીના લાઈવ વક્તવ્ય સાથે યોજાયો હતો. પી એમ મોદીએ યુવાનો અને યુવતીઓને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે આ દિવસ આપણે માનવી રહ્યા છે, 21 મી સદીમાં જન્મનાર યુવા સ્કીલ થકી 100 વર્ષ ભારતને આગળ વધારશે. રાષ્ટ્ર્રને તેની જરૂરત છે સ્કિલ જીવનનો આધાર છે.
રાષ્ટ્રીય કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા પખવાડીયાનો ઉદ્દધાટન કાર્યક્રમ યોજાયો હતો. નિયામક ઝ્યુનલ સૈયદ દ્વારા સ્વાગત પ્રવચનમાં જાણવામાં આવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં વિવિધ તાલીમ કાર્યક્રમો અને પ્રવૃતિઓને ચિત્તાર રજુ કર્યો હતો અને આગામી 15 દિવસમાં યોજાનાર સ્વચ્છતા પખવાડિયામાં તમામ કાર્યક્રમોની માહીતી આપી હતી
તેમજ કોવીડ-19 ની ગઇડલાઇનની અમલવારી માટે રિસોર્સ પર્સન તથા તાલીમાર્થીઓને વિસ્તૃત સમજ આપી હતી અને કોરોનાની ત્રીજી લહેર સામે સાવચેત રહી તમા કામગીરી કરવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ નિનાબા યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા વિશ્વ સ્વચ્છતા પખવાડીયાનો પ્રારંભ કરાયો : 31 મી જુલાઇ સુધી વિવિધ સ્વચ્છતાના યોજાશે કાર્યક્રમો.
Advertisement