ભરૂચ કલેકટર કચેરી ખાતે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આદિવાસી – ભીલ સમુદાય દ્વારા અલગથી ભીલ પ્રદેશની માંગણીને લઈને “ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા” ના નેજા હેઠળ ભરૂચ જીલ્લાના અલગ અલગ સંગઠનોને આદિવાસી સમુદાયના જાગરૂક યુવાનો તરફથી ભરૂચ કલેકટર મારફતે રાષ્ટ્રપતિ, રાજયપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આજરોજ આઈ.એ.આઈ અને બી.ટી.પી.એસ બી.ટી.પી અને અન્ય તમામ નાના જૂથો એક જુથ થઈને ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ આજરોજ નામદાર ભરૂચ જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલને સંબોધીને અલગ ભીલ પ્રદેશની માંગ કરવાં માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
આવેદન પત્ર આપવાનું મુખ્ય કારણ એ હતું કે આદિવાસી જાતિના લોકોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હોય તેમ આદિવાસી સંગઠનોએ જણાવ્યુ હતું સાથે આદિવાસીઓની ઓળખ ધીમે ધીમે ભુસાઈ રહી છે, જ્યરે અંગ્રેજોએ હતા ત્યારે આદિવાસીઓ પાસે રાજશાહી અને રાજઠાઠથી જીવતા હતા, આજે તેઓ દર દર ભટકી રહ્યા છે જેમાં વિકાસના નામે તેમનો ભોગ લેવાઈ રહ્યો છે જેથી આવનાર ભવિષ્યની પેઢીનું રક્ષણ કરવા માટે જેવા અનેક આક્ષેપો હેઠળ બિન મોરચાના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવીને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને ભીલી પ્રદેશની માંગ કરવામાં આવી હતી.