Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નગરમાં તસ્કરોનો કકળાટ વધ્યો

Share

 

પવિત્ર મોઢેશ્વરી માતાના મંદિરની ચાર દાન પેટી તોડી રૂપિયા ૫૦૦૦ ની ચોરી

Advertisement

ગણેશ મોબાઈલ શો રૂમ માંથી રૂપિયા ૧૫,૦૦૦ નાં મત્તાની ચોરી

બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

ભરૂચ નગર ખાતે એ દીવસે દિવસે તસ્કરોનો તરખાટ વધતો જાય છે. છેલ્લા એક મહિનાથે ઉપરા છાપરી ચોરીના બનાવો બનાતા હોવા છતાં પોલીસ તંત્રને ચોરીના ભેદ ઉકેલવામાં કોઈ સફળતા પ્રાપ્ત થઇ નથી. તેવા માં ગત રાત્રે ૨ થી ૨:૩૦ નાં સમયમાં ભરૂચ નગરના ૨૪ કલાક ધમધમતા લીંક રોડ પર આવેલ પવિત્ર ધામ એવા મોઢેશ્વરી મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચાર દાનપેટીના તાળા તોડી રૂપિયા ૫૦૦૦ ની ચોરી કરી આ બનાવમાં બે તસ્કરો સીસીટીવી કેમેરામાં આ બાદ ઝડપાય ગયા છે. ત્યાર બાદ નજીક આવેલ ગણેશ મોબાઈલ શો રૂમનું સ્તર ઊંચું કરી તસ્કરો શો રૂમમાં પ્રવેશ્યા હતા. અને રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતનાં ૬ મોબાઈલની ચોરી કરી હતી. આ બનાવામાં પણ એ જ બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. આમ બે સ્થાનકો ખાતેની ચોરીના બનાવોમાં તસ્કરોએ ૨૦૦૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ બનાવે ભારે લોકચર્ચા ફેલાવી છે.

 

 


Share

Related posts

ભરૂચ જીલ્લામાં ભકતજનોએ શ્રદ્ધાપૂર્વક દશા માઁ ને પોતાના નિવાસ સ્થાને બિરાજમાન કરી વ્રતની શરૂઆત કરી.

ProudOfGujarat

“તીર્થ બચાવો, ધર્મ બચાવો”, શ્રી સમ્મેદ શિખર તીર્થને પ્રવાસન સ્થળ બનાવવા સામે મુંબઈમાં જૈન સમુદાયનું મોટું આંદોલન

ProudOfGujarat

લીંબડી તાલુકાના નટવરગઢ ગ્રામ પંચાયતના રસ્તા પર કીચડથી અરજદારો પરેશાન

ProudOfGujarat
error: Content is protected !!