Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ પશ્ચિમ વિસ્તારના બાયપાસ ફલાય ઓવરબ્રિજને બ્યુટીફીકેશન અને નામકરણ કરવા માટે કરી માંગણી.

Share

ભરૂચ-દહેજ રોડ પર આવેલ બાયપાસ જંબુસર ચોકડી વિસ્તારમાં ઓવરબ્રિજનું નામકરણ અને બ્યુટીફીકેશન માટે કલેકટર ભરૂચને રજુઆત કરવામાં આવી હતી. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર આવેલા ફલાય ઓવરબ્રિજ ત્રણ તાલુકા અને દહેજ ઔદ્યોગિક વસાહત અને જોડતો અતિ મહત્વનો બ્રિજ હોવાથી સ્થાનિક લોકો દ્વારા તેને સુશોભિત અને લાઈટોથી સજ્જ કરવામાં આવે તે માંગણી સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

પશ્ચિમ વિસ્તારના સ્થાનિકોએ ભરૂચ કલેકટરને બાયપાસ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજનું નામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે ઓળખાતા એપીજી અબ્દુલ કલામના નામ પરથી આપવામાં આવે અથવા ૧૯૬૫ ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડેલા જાંબાઝ સૈનિક વીર અબ્દુલ હમીડનાં નામ આપવા સાથેની માગણી કરતું આવેદનપત્ર પાઠવાયુ હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ગુજરાત હાઉસિંગ બોર્ડ ના યુવાનો દ્વારા બિનવારસી રખડતી ગાયોને પાંજરાપોળ મુકવાની અપીલ કરવામાં આવી…

ProudOfGujarat

વિશ્વ પ્રવાસન દિવસ : છેલ્લા 8 મહીનામાં 15.40 લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી

ProudOfGujarat

ગોધરા:ભામૈયા થી પરવડી બાયપાસ બનનારા નવીન રોડ માટે શીમલા ગેરેજ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દુર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!