ભરૂચના શાંતિબાગ એસ્ટેટમાં ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોપરેટિવ ક્રેડિટ સોસાયટીની નવી બિલ્ડીંગનુ ઉદ્ઘાટન અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.
આજરોજ ભરૂચ જિલ્લાના માધ્યમિક શાળાના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીની નવી બિલ્ડીંગનુ માનનીય મંત્રી ઇશ્વરભાઇ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી અને અન્યોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા માધ્યમિક શાળાનું મકાન 3000 સ્કેવર ફીટ જમીનમાં બનાવમાં આવ્યું છે જેનું શુભારંભ કરવામાં આવ્યુ છે, જેથી આ મકાનથી તમામ ભરૂચ જિલ્લાના તમામ સભાસદોને સુવિધા યુક્ત અને લોન અને અન્ય સુવિધાઓ માટે આ જ્ગ્યા તેઓને પ્રાપ્ત થશે અને ભરૂચ જિલ્લાના કર્મચારીઓને ઘણો મોટો લાભ થશે સાથે આજરોજ એમ્બ્યુલન્સની પણ લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી જ્યારે આ તમામ સુવિધાઓ શૈક્ષણિક સમાજ માટે કરવામાં આવી છે.
ભરૂચના શાંતિબાગ એસ્ટેટમાં ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાની નવી બિલ્ડીંગનુ ઉદ્ઘાટન તેમજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું.
Advertisement