ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજય અને દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં જંગી વધારો થયો છે વિકાસના નામે રોજગારી તો નહીં પણ મોંધવારી વધવા પામી છે, દેશમાં વધી રહેલ મોંઘવારીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે.
દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થઇ રહ્યો છે અને તેનો અસર દરેક ક્ષેત્રમાં પડી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થતા મોંઘવારીમાં પણ વધારો થયો છે. જેના ઉપર કેન્દ્ર સરકાર અનુક્ષ રાખવા માટે નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના મોરચા દ્વારા સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અગાઉ પણ અનેક વાર આ રીતે પેટ્રોલ પંપ પર હોબાળો મચાવી અને પંચબત્તી ખાતે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જાહેરમાં ચૂલા ઉપર ચા બનાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તે જ રીતે આજરોજ ફરી એકવાર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા મુદ્દે સાઇકલ રેલી યોજી હતી જેમાં સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી સાઇકલ રેલી કાઢવામાં આવી હતી જેથી જાહેર જનતાને સંદેશો આપવામાં આવ્યો હતો કે દેશના દરેક નાગરિકે આગામી સમયમાં બાઈક ગાડીઓને નેવે મૂકીને સાઈકલનો ઉપયોગ કરવો પડશે.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણા, યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, શહેર કોંગી પ્રમુખ વિક્કી શોખી તેમજ કોંગી અગ્રણી દિનેશ અડવાણી સહિત મોટી સંખ્યાના કોંગી કાર્યકરો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા..!!
રિધ્ધી પંચાલ, ભરુચ