ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજને તા.12 મી જુલાઇના રોજ લોકોર્પણ કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ ખુલ્લો મૂકવાના 2 થી 3 દિવસ પછી જ એક ઘટના બની હતી, બે ઇસમોએ નર્મદા મૈયા બ્રિજ પરથી 100 મીટર લંબાઈની LED લાઇટની ચોરી કરી હતી.
ગત તા. 12 મી જુલાઈથી ખુલ્લા મૂકવામાં આવેલ નર્મદા મૈયા બ્રિજને એલ.ઇ.ડી. લાઈટોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો, લોકાર્પણનાં બીજા જ દિવસે અંદાજે 100 મીટર જેટલી એલ.ઇ.ડી. લાઇટો જેની કિંમત લગભગ 4500/- ની આસપાસ થતી હોય જેની ચોરી થઈ હતી. કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી સામે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા ગણતરીનાં કલાકોમાં એલ.ઇ.ડી. લાઇટો સાથે બે આરોપીઓ (1) અજયભાઈ શાંતુભાઈ વસાવા, રહે. ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, કસક રોડ ભરૂચ અને (2) રાહુલભાઈ અનિલભાઈ રાવળ રહે, ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, કસક રોડ ભરૂચનાઓની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.