Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના જન્મદિવસ નિમિત્તે ગૌ પૂજન કાર્યક્રમ યોજાયો.

Share

આજરોજ તા.15 જુલાઇના રોજ ભરૂચ જિલ્લાના નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડાનો જન્મદિવસ ઉજ્વવામાં આવે છે જેઓ દર વર્ષે પોતાના પરિવાર સાથે પાંજરાપોળ અથવા ગૌ શાળાએ જઈને ગૌ પૂજન કરે છે ત્યારે તેમને સાથ સહકાર આપવા માટે નગરપાલિકાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અમિત ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજરોજ ભરૂચ નગરપાલિકા પ્રમુખના જન્મદિવસ નિમિતે પાંજરાપોળ ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમીત ચાવડા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ માતાની પૂજા કરી હતી અને ગૌ ને ચારો નાંખ્યો હતો,

કેક કાપી અને જન્મદિવસ નિમિતે ખાસ સંદેશ આપ્યો કે ગાય આપણી માતા છે અને સનાતન હિન્દુ ધર્મ પરિષદમાં આપણને જીવતા હોઈએ છે જેમાં આપના જીવનમાં ઘણું મહત્વ હોય છે અને દરેક વ્યક્તિએ ગૌ શાળાએ આવીને ગૌ માતાની પુજા અર્ચના કરવી જોઈએ.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત નગરપાલિકાની સેવિકા બહેનો અને સેવિકા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેકે અમિત ચાવડાને પુષ્પગુચ્છ આપીને બિરદાવ્યા હતા અને કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા

ProudOfGujarat

લીંબડી ધંધુકા હાઈવે પર મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી તસ્કરો ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર આઈટીઆઈ માંથી પરીક્ષા દરમ્યાન મોબાઈલ ની ચોરી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!