કોરોના કાળ દરમિયાન બળકોના માં બાપના ઘર ખર્ચમાં ઉથલપાથલ થઈ ચૂકી છે જેથી બાળકોન શિક્ષણ પર ખતરો દેખાઈ રહ્યો હતો જેથી ભરૂચ જિલ્લામાં શિક્ષણથી વંચિત રહેતા બાળકો માટે શેરી શિક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શેરી શિક્ષણના અભિગમએ બાળકને ઘર બેઠી શાળા મળી છે.
ખાસ કરીને સ્લમ વિસ્તાર તેમજ અંતરિયાળ વિસ્તારનાં વર્ગખંડો હવે શેરી મહોલ્લા બન્યા છે. આલીયાબેટ જેવા સૌથી અછૂત વિસ્તારમાં પણ શેરી શિક્ષણ ચલણ વધ્યું છે. લોકડાઉનને લઇ શાળા બંધ થતા ઓનલાઇન શિક્ષણનો નવો દોર શરૂ થયો છે. ટેક્નોલોજીથી વંચિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શેરી શિક્ષણ આશીર્વાદ રૂપ બન્યું છે.
અંકલેશ્વરમાં ચોર્યાસી ભાગોળ, સુરતી ભાગોળ સહિતના સ્લમ વિસ્તારમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે મોબાઇલ કે અન્ય ઉપકરણ ઉપલબ્ધ નથી. તેવા બાળકો શોધી શિક્ષકોએ સરકારના નવતર અભિગમ શેરી શિક્ષણનો મહાયજ્ઞ શરૂ કર્યો છે. શાળા સમય દરમિયાન આ શેરીઓમાં જઈને શિક્ષણ આપી રહ્યા છે. જેથી કોરોના કાળમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.