

ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ઓરકિડ હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા ના પત્રકારો તેમજ તેમના પરિવાર માટે મફત તબીબી ચેકઅપ કેમ્પ નું આયોજન કલરવ સ્કૂલ, રોટરી ક્લબ પાસે કરવામાં આવ્યું હતું જેમાં ઇસીજી, ડાયાબિટીસ, બ્લડપ્રેસર,હાર્ટ પ્રોબ્લમ ચેક કરવામાં આવ્યું હતું સાથે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા વિનામૂલ્યે બ્લડગ્રુપ ચેક કરી આપવામાં આવ્યું હતું.ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના તમામ સભ્યો તથા ભરૂચ શહેર ,જિલ્લા ના તમામ પત્રકારમીત્રો એ પરિવાર સહિત મેડિકલ ચેકઅપ કેમ્પ નો લાભ લીધો હતો.

