ભરૂચ શહેરમાં રોજબરોજ ખુલ્લા છોડી દેવતા ઢોર-ઢાંખરોનો ભય ઘણો વધી રહ્યો છે, રસ્તા પર ઊભા થઈ અને રસ્તાની વચ્ચોવચ બેસી જઈને ચક્કાજામના દ્રશ્યો સામે આવતા હોય છે, અવરનવાર તંત્રને જાણ કરવા છતાં હાલ ઢોર ઢાંખરો રઝડી રહ્યા છે.
ભરૂચના ઝવેરી નગરમાં આજરોજ સવારના સમયે બે આંખલાઓ વચ્ચે ધમાસન યુદ્ધ સર્જાયું હતું, ઝવેરી નગર સોસાયટીના મુખ્ય માર્ગ પર જ બે આંખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું, જેમાં બે આંખલાઓ ગંભીર સ્થિતિમાં લડતા હોવાને કારણે લોકોના જીવ તાડવે ચોંટી ગયા હતા અને આસપાસના રહીશોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આંખલાઓ સોસાયટીમાં વચ્ચોવચ લડાઈ કરતા હોવાને કારણે ત્યાંથી પસાર થતાં લોકોમાં ભય જોવા મળ્યો હતો સાથે રહીશોની ઘરની બહાર પાર્ક કરેલ વાહનોને નુકશાન થવાના ભયથી લોકો ચિંતામાં મુકાયા હતા અને હેમખેમ રીતે પોતાના વાહનોને તે સ્થળ પરથી બીજી જ્ગ્યા પર ખસેડવામાં આવ્યા હતા.
રિધ્ધી પંચાલ , ભરુચ