ગત તા.12 મી જુલાઈના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ અર્થે આવ્યા હતા જે અન્વયે પોલીસ કાયદો અને વ્યવસ્થા કડક રાખવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસ બંદોબસ્તમાં શીતલ સર્કલ પાસે હાજર હતી તે સમય દરમિયાન સી.એન.જી. વાનમાં શોર્ટ શર્કિટથી આગ લાગતા ભરૂચ પોલીસે પરિવારના ત્રણ સભ્યો સહીત એક બાળકીનો આબાદ બચાવ કર્યો.
ભરૂચ બંદોબસ્તમાં શીતલ સર્કલ પાસે પોલીસ કર્મીઓ હાજર હતા તે સમય દરમિયાન આશરે બપોરના બે વાગ્યાની આસપાસ એક સી.એન.જી મારુતિ વન નંબર GJ 16 AP 0185 ના ચાલક ઈશાક ઇબ્રાહીમભાઇ પાંચભાયા સહિત તેમનાં પરિવારના સભ્યો (1) આયશાબાનું ઇશાકભાઈ (2) સાલેહા ઇશાકભાઈ (3) જુબેદાબેન ઇસ્માઇલભાઈ નાઓ સાથે અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ તરફથી ખરીદી કરવા માટે ભરૂચ શહેર ખાતે આવ્યા હતા.
શીતલ સર્કલ પાસે ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આકસ્મિક રીતે આગ લાગતા ગાડી ચાલકને ખબર ન હતી અને સ્થળ પર હાજર ભરૂચ પોલીસના સ્ટાફના માણસોએ વાનમાંથી આગનો ધુમાડો નીકળતો જોતાં મારુતિ વાનને ઉભી રાખી હતી જેમાં એકાએક આગમાં વધારો થતા સમય સૂચકતા વાપરીને ગાડીમાં સવાર ચાલાક તથા તેમના પરિવારના સભ્યોને હાજર પોલીસ સ્ટાફે પોતાના જીવના જોખમે બહાર કાઢીને સુરક્ષિત સ્થળ પર ખસેડી આબાદ બચાવ કરવામાં આવ્યો હતો સાથે આજુબાજુની દુકાનવાળાઓ પાણીનાં કેરબા તેમજ પાણીની ડોલો ભારી લાવી આગ પર કાબુ મેળવીને હાશકારો અનુભવ્યો હતો.