Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ખોટા પ્રમાણપત્રો મેળવનારા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીને રદ કરવાની માંગ કરતા મનસુખ વસાવા.

Share

સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે નિમાયેલ તપાસમાં થઈ રહેલી વિલંબ નીતિ મનસુખ ભાઈએ સવાલો ઉઠાવ્યા છે તેમણે મુખ્યમંત્રી સમક્ષ તપાસ ઝડપી બનાવવા અને જેમણે ખોટા પ્રમાણપત્રો મેળવનારા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ કરવાની મનસુખ વસાવાએ માંગ કરી છે.

પત્રમાં સાંસદ મનસુખભાઇએ જણાવ્યું છે કે ભાજપના નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બાબતે બિલ લાવી કાયદો બનાવ્યો, તે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિનઆદિવાસી સમાજના લોકોએ લીધા છે, જે ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે એક સિનિયર નિવૃત જજના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ સમિતિએ સાચા ખોટા પ્રમાણપત્રો ચકાસણી માટેનો આરંભ પણ કર્યો છે, પરંતુ તપાસમાં ખુબ જ વિલંબ થઈ રહ્યો છે.

આદિવાસી સમાજના વિવિધ સંગઠનોનું માનવું છું કે આ તપાસ ઝડપથી થાય અને જેને ખોટા પ્રમાણપત્રો મેળવ્યા છે, તેવા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તે બાબતનો અહેવાલ તાત્કાલિક ધોરણે ભારત સરકારમાં મોકલવામાં આવે તે માટે મારી તથા ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના લોકોની લાગણી અને માંગણી છે.આ અંગે આદિજાતિ વિકાસ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવાને પણ પત્ર દ્વારા રજૂઆત કરાતા ખોટા પ્રમણ પત્રોના મામલે ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ એલ.સી.બી. એ મુંબઈના વાસી પોલીસ સ્ટેશન વિસ્તારના બળાત્કારના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

મહિસાગરના એસપી ઉષારાડાએ એવુ તે શુ કર્યુ ? જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસના ભાગરૂપે જનજાગૃત્તિ અર્થે રેલી યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!