ભરૂચ વિસ્તારમાં દારૂ તેમજ પ્રોહી પદાર્થોનું વહન ઘણું વધી રહ્યું છે, જીલ્લામાં બેફામ રીતે ગેરકૃત્ય કરનારાઓ ગેરકાનૂની કામ કરી રહ્યા છે, જાણે તેમણે પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી તેમ બિંદાસ પણે કૃત્ય રહ્યા છે પરંતુ વધતાં જતાં પ્રોહી કામોની સામે ભરૂચ એસ.ઓ.જી સક્રિય બની છે, ભરૂચ એસ.ઓ.જી એ એક ઇસમની નશાયુક્ત માદક પદાર્થ ગાંજા સાથે ધરપકડ કરી હતી.
ભરૂચ એસ.ઓ.જી.ના માણસો ભરૂચ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. હરેશ રામકૃષ્ણ નાઓને તેઓના બાતમીદારથી મળેલ બાતમીને આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા નર્મદા ચોકડી ભરૂચ ખાતેથી નશાયકુત માદક પદાર્થ ગાાંજો ૨ કીલો ૦૮૬ ગ્રામ જેની કિંમત રૂપીયા ૨૦,૮૬૦/- તથા મોબાઈલ ફોન એક નંગ જેની કિંમત રૂ. ૫૦૦૦/- ને કુલ મુદ્દામાલની કિંમત.રૂ. ૨૫,૮૬૦/- સાથે આરોપી સુરેશભાઇ શનિયાભાઈ નાયકા રહે, મીઠીબોર વચલું ફળિયું, છોટાઉદેપુરને પકડી પાડી એની આગળની તપાસ ભરૂચ સી ડિવિઝને ભરૂચ એસ.ઓ.જી. ને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.