આમોદ તાલુકાના મછાસરા ગામમાં એન્ટર થતો રોડ (સુવિધા પથ) તેમજ મછાસરાથી કોલવરાને મળતા માર્ગ જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જેનું કામ સંપૂર્ણ થતાજ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રસ્તો બનાવવા અંગે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1 કરોડ અને 8 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં ખાસ મહેમાન જંબુસર ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા રીબીન કાપી રોડનું ઉદઘાટન કરીને રસ્તાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગ્રામજનોમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
આમોદ તાલુકા કોંગ્રેસ માજી પ્રમુખ બચુશેઠ તેમજ આમોદ તાલુકા માજીસભ્ય ઇકબાલભાઈ નાથા મછાસરા ગામના સરપંચ ઈબ્રાહીમ ભાઈ ગોરી જંબુસર એસ.ઓ વિશાલ અંજારીયા તેમજ ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એપ્રોજ રોડ (સુવિધા પથ) જે 36 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો અને મછાસરાથી કોલવરા જતો રોડ (મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના) નો 1 કરોડ 8 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો.
ભરૂચ : આમોદ તાલુકાનાં મછાસરાથી કોલવરાને જોડતા માર્ગનું ઉદ્ધાટન કરાયું.
Advertisement